Description
બધાએ જોયું પણ જાણવામાં હર કોઈ ઉણુ રહ્યું છે. અવગાઢ આ વન ને લોકો એ જીવન કહ્યું છે. ક્યારેક કકળાટ ક્યારેક કીલકારી અટપટી છે કલાકારી. ક્યારેક હકીકત ની હાડમારી ક્યારેક સપનાની સવારી. ક્યારેક પરમેશ્વર ને પ્રાર્થના ક્યારેક એને ભુલી ગયાની ભુલ. ક્યારેક સાવ સસ્તી સહજ ક્યારેક મૂલવી ન શકાય એવું મુલ. અમીર છે ઉપરવાળો, વસ્તુ આપી એ નકામી નથી. સાચું ખોટું કરી જેને ભેગુ કર્યું, સાવ ખાલી નનામી હતી. જાહોજલાલી જ હોય લક્ષ્ય તો કેમ લોકોને સુદામા યાદ છે. રડતા જોયા છે રાજાઓ મે, શબરી ને શી ફરિયાદ છે. શ્રી કૃષ્ણ ની ગીતા, શ્રી મહાવીર ની દેશના બુદ્ધ નો બોધ છે. અમસ્તો જ નથી આ અવતાર, એક અંતિમ ખોજ છે.